ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભેનકવડ ગામના ઈશાક ઉર્ફે ભીખુ જુસબ ઉનરાણી નામના 44 વર્ષના સંધી શખ્સને એસ.ઓ.જી. પોલીસે રાણપરડા સીમ વિસ્તારમાંથી પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે નદીના કાંઠે ઝાડી ઝાંખરામાં શિકાર કરવા નીકળતા ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.