Sunday, December 22, 2024
Homeરાજ્યજોડિયામાં કોરોના પોઝિટિવ દર્દીને અન્ય બીમારી માટે મા અમૃતમ કાર્ડ તાત્કાલિક આપવામાં...

જોડિયામાં કોરોના પોઝિટિવ દર્દીને અન્ય બીમારી માટે મા અમૃતમ કાર્ડ તાત્કાલિક આપવામાં આવ્યું

- Advertisement -

જામનગરના જોડિયા તાલુકાના જસાપર ગામના ખેડૂત વસંતભાઈ સંતોકી ને કોરોના પોઝિટિવ આવતા જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં અન્ય બીમારીઓ પણ સામે આવતા ઓપરેશનની જરૂર હોય. તેમની મા અમૃતમ કાર્ડની મુદ્ત પૂર્ણ થઈ ગઈ હોય, જોડિયા તાલુકાના અગ્રણી જેઠાલાલ અઘેરાનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક ધોરણે માં અમૃતમ કાર્ડ બનાવી આપવામાં મદદ કરી હતી.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામના ખેડૂત વસંતભાઈ કાનજીભાઈ સતોકી(ઉં.વ.45) ને કોરોનાની બીમારી થવાથી અને અન્ય બીજી બીમારીના કારણે જામનગર જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. કોરોનાની બીમારીની સાથે અન્ય બીમારી હોવાથી તેમનું તરત જ ઓપરેશન કરવું પડે તેમ હોવાથી સરકાર દ્વારા ‘માં અમૃતમ’ કાર્ડ આપવામાં આવેલ છે. જેની મુદત પૂરી થઈ ગઈ હોય માટે દર્દી એ તરત જ જોડિયા તાલુકાના આગેવાન એવા જેઠાલાલ આઘેરા નો ટેલિફોની સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેમને પોતાના કાર્ડ ની મુદત પૂરી થઈ ગઈ છે. જો તરતજ કાર્ડ રિન્વયુ થાય તો જ કાર્ડ ઉપયોગી થઈ શકે તેમ છે તેમ જણાવ્યું હતું અને જેઠાલાલે પ્રથમ તો જસાપર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કલ્પેશભાઈ કાનાણીની સાથે તમામ પ્રકારની વાતચીત કરીને દર્દીનો ગ્રામ પંચાયત કચેરી માંથી આવકનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જોડિયા મામલતદાર કચેરી દ્વારા ફોટા સાથેનો કોમ્પ્યુટરમાંથી આવકનો દાખલો કરી આપ્યો હતો. આ તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી ને માં અમૃતમ કાર્ડ બનાવી આપનાર જોડિયા બ્લોક હેલ્થ ઓફીસના કર્મચારીઓ મિલનભાઈ ઝાલા અને ભીમજીભાઈ ગોધાણીનો સંપર્ક કરીને યોગ્ય વાતચીત કરવામાં આવી હતી. ત્યારે મિલનભાઈ ઝાલાના દાદાનું દુ:ખદ અવસાન થયું હતું. તો આ વખતે મિલનભાઈ ઝાલા પોતે પોતાના દાદાને સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર ચાલી રહ્યો હતો. એવામાં ફોન ઉપર કાર્ડની વાત થઈ કે તરતજ મિલનભાઈ ઝાલા પોતે સ્મશાનનેથી તરતજ ઘરે જઈને ફ્રેશ થયા હતા અને તુરંત જ ઓફીસમાં આવીને કાર્ડ મની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને થોડી જ વારમાં કાર્ડ બનાવીને આપવામાં આવ્યું હતું. આવા સરકારી તંત્રમાં પોતાના ઘરે આવેલા દુ:ખદ બનાવને પણ ભૂલી જઈને અરજદારને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું યોગ્ય ધ્યાનમાં રાખીને પોતાની ફરજ નિભાવી હતી. આવા બનાવ વખતે ખરા સમયે દર્દીની સાથે ઉભા રહીને ને કામકાજ કરી આપ્યું હતું. તે બદલ દર્દીએ અને તેમના સગાઓએ અને જેઠાલાલ આઘેરાએ અને જસાપર ગામના આગેવાન ગિરધરભાઈ પનારા (ગિરધરબાપા) દ્વારા સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular