- Advertisement -
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી ખાતે સ્થાપિત ગણપતિ “રામનાથના રાજા” ની ગઈકાલે શુક્રવારે રાત્રે 5555 દીવડાની દીપ માળા- મહાઆરતીનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારના રહીશો ઉપરાંત સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.
આ ભવ્ય આયોજનમાં જામનગરના ધારાસભ્ય અને તત્કાલીન મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પુર્વ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી, જામનગર ભાજપના મહામંત્રી મેરામણભાઈ ભાટુ, જિલ્લા ભાજપ ડોકટર સેલ પ્રમુખ ડો. અમિતભાઈ નકુમ, મશરીભાઈ નંદાણીયા, ધીરુભાઈ ટાકોદરા, હસુભાઈ ધોળકિયા, જામનગરના પત્રકાર રવિભાઈ બુદ્ધદેવ, ખંભાળિયાના પત્રકાર કુંજનભાઈ રાડિયા, મિલનભાઈ કોટેચા, જયસુખભાઈ મોદી, હાર્દિકભાઈ મોટાણી તેમજ સ્થાનિક રાજકિય આગેવાનો, નગરપાલિકાના હોદેદારો અને શહેરના અગ્રણીઓ- વેપારીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈને આ મહાઆરતીનો અલભ્ય લાભ લીધો હતો.
શહેરમાં પ્રથમ વખત યોજવામાં આવેલા આ મહાઆરતીના ભવ્ય આયોજન માટે શ્રી રામનાથ સોસાયટી મિત્ર મંડળની સમગ્ર ટીમની નોંધપાત્ર જહેમત કાબિલે દાદ બની રહી હતી. આજરોજ રાત્રે ગણપતિ મહોત્સવમાં 56 ભોગ અન્નકૂટના દર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -