ગુજરાત ના 10 વધુ સંક્રમિત જીલ્લાઓમાં આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશન શરુ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે રાજકોટમાં પણ મહાનગર પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે 9 વાગ્યાથી રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્ર દ્રારા શેઠ હાઈસ્કુલ ખાતે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે લક્ષ્મીવાડી અયોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારી ડૉ. રાજવીબેન કાનાબાર, ડૉ. મૌલીબેન ગણાત્રા સહીતના કર્મ્ચારીઓએ ફરજ બજાવી હતી. અને બહોળી સંખ્યામાં લોકો વેક્સીન લેવા માટે પહોચ્યા હતા.