ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ હરીશભાઈ કારીયા નામના યુવાનના ધર્મ પત્ની મીરાબેન તથા તેમનો ત્રણ વર્ષનો પુત્ર કશીશ અને દોઢ વર્ષની પુત્રી દિયા ગત તા.15 ડિસેમ્બરના રોજ તેણીના માવતર પક્ષના કપિલભાઈ હેમતભાઈ મશરૂ સાથે પોતાના માવતરે ગયા બાદ ત્યાં તેઓ ત્રણ દિવસ પછીથી લાપતા બની ગયા હતા.
માસુમ પુત્ર તથા પુત્રી સાથે લાપતા બનેલા મીરાબેનનો ફોન પણ લાગતો ન હોવાથી મીરાબેનના પતિ ભરતભાઈ દ્વારા ખંભાળિયામાં જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. મીરાબેન તથા ભરતભાઈનો લગ્નગાળો 11 વર્ષનો હોવાનું જણાવાયું છે.
માતા તથા બે માસુમ સંતાનો લાપતા બની જવાથી તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. પોલીસ દ્વારા માતા તથા સંતાનોની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.