જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને અગમ્યકારણોસર તેના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતાં અમિત અમૃતલાલ મારવીયા (ઉ.વ.32) નામના યુવાને ગત તા.3 ના રોજ સવારના સમયે તેના ઘરે પંખાના હુંકમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના ભાઈ શૈલેષ દ્વારા કરવામાં આવતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા જીણવટભરી તપાસ આરંભી હતી.


