Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વાલસુરામાં જવાનનો સર્વિસ રાઈફલમાંથી ફાયરીંગ કરી આપઘાત

જામનગરના વાલસુરામાં જવાનનો સર્વિસ રાઈફલમાંથી ફાયરીંગ કરી આપઘાત

રાજસ્થાનના વતની જવાનના આપઘાતથી અરેરાટી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગરના આઈએનએસ વાલસુરામાં ફરજ બજાવતા રાજસ્થાનના જવાને રવિવારે સાંજના સમયે તેની ફરજ પર હતો ત્યારે અકળ કારણોસર તેની સર્વિસ ઈનસાસ રાઈફલ વડે પોતાના હાથે ફાયરીંગ કરી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મૂળ રાજસ્થાનના ભીલવાડામાં વિવેકાનંદનગરના વતની અને હાલ જામનગરના આઈએનએસ વાલસુરામાં ડીએસસી લાઈન બ્લોક નં.પી/276 માં રહેતાં ઈકબાલ મહોમદખાન કયમખાની (ઉ.વ.47) નામના જવાન રવિવારે સાંજના સમયે આઈએનએલ વાલસુરા એરિયામાં વોચ ટાવર નંબર 9 માં ફરજ પર હતો હતો તે દરમિયાન કોઇપણ કારણસર તેની પોતાની સર્વિસ ઈનસાસ રાઈફલ વડે ફાયરીંગ કરી આપઘાત કરી હતી. આ બનાવની વિજય દલાલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું કારણ શોધવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular