જામનગર શહેરમાં કે.પી.શાહની વાડી વિસ્તાર પાસેના વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને માતાના કેન્સર અને ધંધામાં નુકસાની જતાં 11 વ્યાજખોરો પાસેથી 5 થી 20 ટકા લેખે વ્યાજે લીધેલ રકમ પેટે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કે.પી. શાહની વાડી નંદનવન પાર્ક 2 માં આવેલા જલારામનગર વીંગ-1/11 માં રહેતાં મનિષ શાંતિલાલ હિંડોચા નામના વેપારી યુવાનની માતાને કેન્સર થયું હતું અને ધંધામાં નુકસાની જતાં વેપારીએ જામનગરના અનિરૂધ્ધસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, સુરેશ આહિર, હિતેશ ગોપીયાણી, સલીમ સમા, રાજુ જાડેજા અને રઘુભા જાડેજા નામના 11 વ્યાજખોરો પાસેથી જુદા જુદા સમયે 5 થી 20 ટકા વ્યાજે ઉંચા વ્યાજે રકમ લીધી હતી. આ રકમ પેટે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરો દ્વારા અવાર-નવાર ઉઘરાણી કરવામાં આવી હોવાથી ત્રાસી ગયેલા વેપારીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ કે.એન.જાડેજા તથા સ્ટાફે 11 વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.