મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચેના વિવાદ માટે 27 સપ્ટેમ્બર મહત્વનો દિવસ સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ રાજ્યના રાજકીય સંકટ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે.એવુ કહેવાતુ હતુ કે બુધવારે જ આ અરજીઓ મુદ્દે કોર્ટ સુનાવણી કરી શકે છે. શિંદે કેમ્પના વકીલ નીરજ કિશન કૌલ તરફથી કેસમાં તત્કાલ સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે અગાઉ પાંચ સભ્યોની બેન્ચ તરફથી 25 ઓગસ્ટે સુનાવણી કરવાની હતી, પરંતુ અત્યારસુધી સુનાવણી થઈ નથી. આને આગામી બીએમસી ચૂંટણીને ધ્યાનમાં રાખતા પણ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. શિવસેનામાં દશેરા રેલીને લઈને પણ વિવાદ ચાલુ છે.
મહારાષ્ટ્રમાં લગભગ 50 ધારાસભ્યોનુ સમર્થન પ્રાપ્ત કરી ચૂકેલુ શિંદે જૂથ પોતાને ’અસલી શિવસેના’ ગણાવી રહ્યા હતા. જે બાદ ઠાકરેના નેતૃત્વવાળા જૂથે સુપ્રીમ કોર્ટના શરણ લીધા, જ્યાં સીએમ શિંદેને સરકારમાં બોલાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સાથે જ ઠાકરે કેમ્પએ શિંદેનુ સમર્થન કરી રહેલા ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માગ પણ કરી હતી.