Thursday, February 5, 2026
Homeવિડિઓલગ્ન પ્રસંગે નાચતા નાચતા સગીરાનું અવસાન થતા સુખદ પ્રસંગ દુઃખદ પ્રસંગમાં ફેરવાયો...

લગ્ન પ્રસંગે નાચતા નાચતા સગીરાનું અવસાન થતા સુખદ પ્રસંગ દુઃખદ પ્રસંગમાં ફેરવાયો – VIDEO

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના મોવાણ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન કરુણ ઘટના બની હતી. સુખદ અને આનંદભર્યા માહોલમાં દાંડિયા રાસ રમાઈ રહ્યો હતો, ત્યારે રાત્રીના સમયે નાચતા નાચતા 16 વર્ષિય સગીરા સંધ્યા ડાભી અચાનક જમીન પર ઢળી પડી હતી, જેના કારણે સમગ્ર પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી.

- Advertisement -

પરિવારજનો અને હાજર લોકોએ તાત્કાલિક સગીરાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ સંધ્યા બેનને મૃત જાહેર કરતા લગ્ન પ્રસંગનો આનંદનો માહોલ પળભરમાં દુઃખદ પ્રસંગમાં ફેરવાઈ ગયો હતો. પ્રાથમિક વિગતો મુજબ સગીરાને હૃદયરોગનો અચાનક હુમલો આવતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ બનાવને પગલે પરિવારજનો તેમજ સગા-સંબંધીઓમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. નાની વયની તરૂણીને હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાએ ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાવી છે અને લોકોમાં આરોગ્ય અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular