જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુંસાઈજી પરમદયાલના અનુગ્રહથી પૂ. 1008 વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકિવ પૂ. 108 હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ.ગો. વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્યતા બાદ ગઈકાલે અખંડ ભારતના વિવિધ સ્થાનો પરથી પધારેલા આચાર્યોની હાજરીમાં વલ્લભ કુળનો ભવ્ય શુભ વિવાહ યોજાયો.
હાથી ઘોડા અને પાલખીની ભવ્ય સવારીઓ સાથે અદભુત અલૌકિક વરઘોડો યોજાયો હતો. જેમાં મામ વલ્લભકુલ જોડાયા હતાં. વરઘોડો શુભ પ્રસ્તાવના સ્થળથી શરૂ થઈ અમુઝમેન્ટ પાર્ક, રણજીતનગર, એરફોર્સ ગઈટ, થઈ પ્રસ્તાવના સ્થળ પર સંપન્ન થયો હતો. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બગીમાં સવાર વલ્લભકુલના ગોસ્વામીના દર્શનનો પણ વૈષ્ણવોએ લાભ લીધો હતો. આ વરઘોડા અસંખ્ય વૈષ્ણવો પણ જોડાયા હતા અને આનંદ માણ્યો હતો. વરઘોડા પૂર્ણ થયા પછી શુભ વિવાહની વિધિ શરૂ કરવામાં આવી હતી. શુભ વિવાહના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહી વલ્લભકુલના ગોસ્વામી દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતાં.
શ્રીનાથદ્વારાથી શ્રીનાથજી મંદિરના પરમ પૂ. શ્રી તિલકાયત વિશાલબાવા, કાશીથી પૂજ્ય પા.ગો.શ્રી શ્યામ મનોહરજી, બરોડાથી દ્વારકેશબાવા, ઇન્દોરથી કલ્યાણરાયજી, અમદાવાદથી રાજુબાવા, કાશીથી શ્યામ મનોહર લાલજી, જુનાગઢથી નવનીતલાલજી, જેતપુરથી બાલકૃષ્ણ લાલજી, કેશોદથી ઉત્સવરાયજી, જૂનાગઢથી શરદરાયજી, સહિત વલ્લભકુલ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતાં
પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, સહખજનચી દિનેશભાઈ મારફતિયા, સહમંત્રી નલીનભાઇ રાજાણી, કારોબારી સભ્યો મિતેશભાઈ લાલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, દિનેશભાઈ રાબડીયા, અમુભાઈ કારિયા, મનસુખભાઈ રાબડીયા, જયેશભાઈ રૂપારેલિયા, તેમજ 33 કરતાં પણ વધારે સમિતિના
4 હોદેદારો તેમજ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક આ શુભ વિવાહ પ્રસ્તાવમાં સેવા આપી હતી અને શહેરના તેમજ દેશ-વિદેશથી પધારેલા વૈષ્ણવ હોય ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. પૂ. ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કર્યો હતો.