Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના આંગણે પુષ્ટિ સંપ્રદાયનો ભવ્ય નવવિલાસ રાસ મહોત્સવ યોજાયો - VIDEO

જામનગરના આંગણે પુષ્ટિ સંપ્રદાયનો ભવ્ય નવવિલાસ રાસ મહોત્સવ યોજાયો – VIDEO

મોટી હવેલીના ગાદીપતિ પુ. હરીરાયજી અને વલ્લભરાયજીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

ગરબાએ ગુજરાતી સંસ્કૃતિની એક ઝલક છે ગરબા અને રાસ મહોત્સવ એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. ત્યારે જામનગરના આંગણે પુષ્ટિ સંપ્રદાય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવવિલાસ રાસ મહોત્સવનું આયોજન કરાયું છે. મોટી હવેલીના ગાદીપતિ પ્ર.હરીરાયજીની આજ્ઞાથી આ રાસ મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતાં.

- Advertisement -

જામનગરમાં પુષ્ટિ સંપ્રદાય દ્વારા આ વર્ષે વિશાળ મેદાનમાં ભવ્ય નવ વિલાસ મહારાસનું આયોજન કરાયું હતું. આ મહારાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન કિર્તન, પ્રવચનો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પ્રસંગે મોટી હવેલીના ગાદીપતિ પૂ. હરીરાયજીના આશિર્વાદ સાથે પૂ. વલ્લભરાયજી, રસદ્રરાયજી, પ્રેમદ્રરાયજીની પરિવાર સહિત ઉપસ્થિતિ હતી. અને સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી વૈષ્ણવોને આશિર્વાદ પાઠવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતાં. આ આયોજનમાં આજના આધુનિક ગરબા કે ગીતોના બદલે વૈષ્ણવો દ્વારા ગવાતા ઘોળ અને પદો પર રાસ રમાડવામાં આવ્યા હતાં જેમાં 15 થી લઇને 85 વર્ષના લોકો પણ ગરબા લઇ શકે તેવું આયોજન કરાયું છે અને પરંપરાગત હાલારી રાસમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular