Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારભાણવડના ગ્રામ્ય પંથકમાં ખુલ્લા બોરમાં ખાબકેલી બકરીનું રેસ્ક્યુ કરાયું

ભાણવડના ગ્રામ્ય પંથકમાં ખુલ્લા બોરમાં ખાબકેલી બકરીનું રેસ્ક્યુ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સાજળીયાળી ગામના વાડી વિસ્તારમાં ડાયાભાઈ કચરા નામના એક આસામી તેઓના બકરા-બકરીના ઝુંડ (વાઘ) ને લઈને જઈ રહ્યા હતા. ત્યારે અહીં રહેલા આશરે 200 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાં એક બકરી પડી ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનિક રહીશ નાથાભાઈ મોઢવાડિયા દ્વારા અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ફાયરમેન મનસુખભાઈ મારુ, નિમેશ ડેરારા, સુખદેવસિંહ વાઢેર માટે તેમજ કલ્પેશ ગામી વિગેરે આ સ્થળે દોડી ગયા હતા અને આશરે એકાદ કલાકની જહેમત બાદ 20 એક ફૂટની ઊંડાઈએ રહેલી બકરીને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular