ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા પરબતભાઈ અરજણભાઈ આંબલીયાની 26 વર્ષની પુત્રી નહલાબેન છેલ્લા ત્રણેક વર્ષથી ઘર બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી. પરંતુ આ પરીક્ષાઓમાં તેણીને સફળતા ન મળતા અને તેણીને નોકરી ન મળતા આખરે તેણીએ કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા પરબતભાઈ આંબલીયા (રહે. ભરતપુર, ઉ.વ. 51) એ ભાણવડ પોલીસને કરી છે.