દ્વારકામાં રહેતી યુવતીની ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા શખ્સે પતાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી ગર્ભવતિ બનાવી દીધાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં રહેતી 25 વર્ષની એક યુવતીને મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળજબરીપૂર્વક અવાર-નવાર દુષ્કર્મ આચરવા સબબ ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા સબીર ગફારભાઈ સોઢા નામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી ગર્ભવતી પણ બની હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસ આઈ.પી.સી. કલમ 376 (એન) તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. આકાશ બારસિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.