જામનગરમાં જીઈબી રીટાયર્ડ એમ્પ્લોઇઝ એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જી ઇ બી માંથી રિટાયર્ડ થયેલા અધિકારીઓ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં રિટાયર્ડ થયેલા કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.
100 જેટલા કર્મચારીઓએ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી અને સમૂહ ભોજનનો લાભ લીધો હતો. રીટાયર્ડ કર્મચારીઓના વિવિધ પ્રશ્ર્નો અંગે પણ સ્નેહમિલનમાં ચર્ચા કરવામાં આવી હતી.