ધ્રોલ તાલુકાના લતીપર ગામે મકાનમાંથી 14 શખ્સોને રૂા.13,52,900 ની કિંમતના મુદ્દામાલ સાથે ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ રેઈડ દરમિયાન ચાર શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી કુલ 18 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં પીઠડ રસનાળ માર્ગે આવેલ સંયુકત ભોગવટાની વાડીના મકાનમાં રાજેશ દેવદાન કેશુર નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જૂગાર રમાડતા હોવાની ધ્રોલના હેકો કલ્પેશભાઈ કામરીયા, પો.કો. જયેશભાઈ પઢેરીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ગ્રામ્યના ડી પી વાઘેલા તથા ધ્રોલ પીઆઈ એમ બી ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી.પનારા, હેકો કલ્પેશ દલસાણિયા, કલ્પેશ કામરીયા, ધર્મેન્દ્ર વઘોરા, હિતેશ સંતોકી, પો.કો. વનરાજ ગઢાદરા, જગદીશ જોગરાણા, રવિરાજસિંહ જાડેજા, સંજય સોલંકી, જયેશ પઢેરીયા, સોન્ડાભાઇ ટોયટા અને મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન વિપુલ ભીમ ગઢવી, મનસુખ દેસા સોલંકી, રામભાઈ દેગડ કુવારીયા, સુનિલ જ્ઞાનચંદ લાલવાણી, ભુપત દેવા બસીયા, સુરેશ મોહન ખુંટ, પ્રશાંત અજીત ડોડિયા, વશરામ કિશોર ડોડિયા, ઈમરાન દિલાવર બ્લોચ, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, જગદિશ દેવજી સોલંકી, ડાડામીયા મહમદમીયા પીરજાદા, જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતો જગતસિંહ રાઠોડ, જીવરાજ ભુરા ચૌહાણ સહિત 14 શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.3,76,700 ની રોકડ રકમ, રૂા.51000 ની કિંમતના 10 નંગ મોબાઇલ ફોન, રૂા. 9,25,000ની કિંમતના પાંચ વાહન તથા રૂા.200 ની કિંમતની બે બેટરી મળી કુલ રૂા.13,52,900 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
રેઈડ દરમિયાન રાજેશ દેવદાન કેશુર, પુના હીરા કેશુર, અનિરૂધ્ધસિંહ પરમાર તથા અશ્ર્વિન ઉર્ફે ઘનો પ્રેમજી ગોહિલ નામના ચાર શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.