દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામમાં ટાટા મોટર્સ ના ગેરેજમાં આજે સાંજે એક ટ્રકમાં કોઈ કારણસર આગ લાગી હતી. ગણતરીની મીનીટોમાં આગ બેકાબુ બનીજતા એક કિલોમીટર દુરથી આગના ધુમાડા નજરે પડતાં હતાં. ઘટનાની જાણ થતાં ટાટા કંપનીની ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.