Saturday, January 17, 2026
Homeસમાચારરાષ્ટ્રીયજ્યુસની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા 52ના મોત, 50ઘાયલ

જ્યુસની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા 52ના મોત, 50ઘાયલ

બાંગ્લાદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંની રાજધાની ઢાકામાં આવેલ એક જ્યુસની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા 52 લોકોના મૃત્યુ થયા છે. જયારે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. અમુક કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા માટે  બિલ્ડીંગ માંથી  છલાંગ લગાવી હતી. આગને કાબુમાં લેવા ફાયરબ્રીગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી.

- Advertisement -

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 6માળની જ્યુસની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા 52 લોકોના મૃત્યુ થયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડની 18થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે. અને હજુ પણ 44 જેટલા કર્મચારીઓ લાપતા છે. બચાવ થયો છે તે લોકોએ આરોપ પણ લગાવ્યો છે ફેક્ટરીમાં બહાર નીકળવાનો દરવાજો જ બંધ હતો અને સેફટીના પણ કોઈ સાધનો ન હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે અને શોધવા માટે તેના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોચ્યા છે. જ્યાં સુધી આગ કાબુમાં નહી આવે ત્યાં સુધી ફેક્ટરીમાં થયેલ નુકશાનનો અંદાજો લગાવી નહી શકાય તેમ અહીંના પ્રશાશને જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular