Thursday, February 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરના સોનાપુરી સ્મશાનમાં પાર્કીગમાં મહિલાઓ વચ્ચે ડખ્ખો

જામનગરના સોનાપુરી સ્મશાનમાં પાર્કીગમાં મહિલાઓ વચ્ચે ડખ્ખો

ઝપાઝપીમાં સોનાનો ચેઇન અને મંગળસુત્ર પડી ગયાની ફરિયાદ

જામનગર શહેરમાં સોનાપુરી સ્મશાનના પાર્કીગમાં મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બે મહિલાઓ દ્વારા એક મહિલા અને તેના પુત્ર ઉપર હુમલો કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ ઝપાઝપી દરમિયાન ફરિયાદી મહિલાનો સોનાનો ચેઇન પણ પડી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન સામાપક્ષે પણ મહિલા સહિત ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી ફરિયાદીને માર મારી ઝપાઝપી કરી હોવાનું અને ઝપાઝપી દરમિયાન મંગળસુત્ર પડી ગયાની પોલીસ ફરિયાદ કરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં હાથી કોલોની ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યાબેન હિતેશભાઇ કોરડીયા નામના મહિલા તા.3ના સોનાપુરી સ્મશાનના પાર્કીગમાં હતા ત્યારે રીટાબેન તથા અન્ય મહિલા ફરિયાદી પાસે આવી અપશબ્દો બોલતા ફરિયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા બન્ને મહિલાઓએ ફરિયાદી સાથે ઝણાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીનો પુત્ર આવી ફરિયાદીને બચાવવા જતાં બન્ને મહિલાઓએ તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ફરિયાદીએ ડોકમાં પહેરેલ સોનાનો ચેઇન કયાંક પડી ગયો હોય તેમજ તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રીટા ચૌહાણ તથા અન્ય મહિલા સામે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

સામાપક્ષે રીટાબેન દેવકા દ્વારા તા.3ના સોનાપુરી સ્મશાનના પાર્કીગમાં હતાં ત્યારે મહિલા સહિત ત્રણ શખ્સોએ ફરિયાદીને અપશબ્દો બોલતા ફરિયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપી દરમિયાન ફરિયાદીએ ડોકમાં પહેરેલ સોનાનું મંગળસુત્ર પડી ગયું હોય તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની હિત કોરડીયા તથા આદિત્યસિંહ ઝાલા વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular