Friday, December 27, 2024
Homeરાજ્યહાલારલાલપુર ગામમાં મેવાસાના યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

લાલપુર ગામમાં મેવાસાના યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

વાલ્વની તથા માનસિક બીમારીની સારવાર ચાલુ હતી : હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં ખસેડાતા મોત નિપજ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના ધરારનગર હુશેની ચોક વિસ્તારમાં ભાણવડના મેવાસા ગામના યુવાનને બીમારી સબબ હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજુ ઉર્ફે રાજેશ મેઘાભાઈ ચાવડા (ઉ.વ.32) નામના યુવાનને વાલ્વની તથા માનસિક બીમારીની સારવાર ચાલુ હતી. દરમિયાન મંગળવારે લાલપુર ગામમાં ધરારનગર હુશેની ચોક વિસ્તારમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવતા બેશુદ્ધ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મેઘાભાઈ ચાવડા દ્વારા જાણ કરાતા હેકો એન. પી વસરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular