કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયા ગામમાં રહેતાં યુવાને કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગર હોસ્પિટલમાં લઇ આવતા સમયે રસ્તામાં જ તબિયત લથડતા કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયા ગામની સીમમાં રણછોડભાઈ દોંગાના ખેતરમાં મજૂરીકામ કરતા અને મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપૂર તાલુકાના ખોડદરા ગામના વતની સુરેશભાઈ મનુભાઈ તાવિયાડ (ઉ.વ.25) નામના યુવાને સોમવારે કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાને કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ખરાબ થતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવા માટે લઇ જતાં હતાં ત્યારે કાલાવડ નજીક જ તબિયત વધુ લથડતા ફરીથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે પંકજભાઈ તાવિયાડ દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ.કંચવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.