ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં આવેલા ધરાનગર ખાતે રહેતા અને હાલ ગોકુલધામ સોસાયટી, કલ્યાણપુરના રહીશ દલવાડી અતુલ પ્રેમજી નકુમ (ઉ.વ. 31) ને કલ્યાણપુર પોલીસે ભાટિયા બાયપાસ પાસેથી મધ્યરાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં 6 લાખની કિંમતની જીજે-37-ટી-8054 નંબરની મોટરકારમાં નીકળતા ઝડપી લીધો હતો.
આટલું જ નહીં, આરોપી પાસેથી વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ પણ મળી આવતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસમાં આરોપી અતુલ નકુમ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.