આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા પીઠા દેવશી નંદાણીયા નામના 50 વર્ષના શખ્સને પોલીસે દાતા ગામના પાટીયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂા.બે લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર ચલાવતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 હેઠળ કાર્યવાહી કરી હતી.