Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયસતત દોઢ વર્ષ સુધી ઉડાન કરતું ડ્રોન...

સતત દોઢ વર્ષ સુધી ઉડાન કરતું ડ્રોન…

- Advertisement -

કોઈપણ ડ્રોનને ઓપરેટ કરતી વખતે તેના ઈંધણ કે બેટરીનુ સૌથી વધુ ધ્યાન રાખવુ પડે છે. તે ખતમ થતા જ ડ્રોન દુર્ઘટનાનો શિકાર બની શકે છે.કારણ કે તેનાં ખતમ થવાથી ડ્રોન દુર્ઘટનાનો શિકાર બની શકે છે.પરંતુ બ્રિટનમાં તૈયાર થયેલા આ ખાસ ડ્રોનમાં આ સમસ્યા પેદા નહીં થાય. કંપનીનો દાવો છે કે સૌર ઉર્જાથી સંચાલીત આ ડ્રોન સતત 20 મહિના સુધી ઉડાન ભરી શકે છે. લગભગ 150 કિલોગ્રામ વજનના આ ડ્રોનને ફારણ-35 નામ આપવામાં આવ્યું છે. લંડનની બીએઈ સીસ્ટમ્સ દ્વારા નિર્મિત આ ડ્રોનની પાંખોની લંબાઈ 115 ફીટ છે. જે તેને પૃથ્વીના વાયુ મંડળની બીજી પરત ઉર્ધ્વ મંડળ તરફ લઈ જશે. કંપનીએ જણાવ્યું હતું કે ડ્રોને હાલમાં જ 24 કલાક સુધી ન્યુ મેકિસકો ઉપર 66 હજાર ફીટથી વધુ ઉંચાઈ સુધી ઉડાન ભરી હતી તે કેમેરા સેન્સર, અને સંચાર સાધનો સહિત 15 કિલો સુધીનો પે લોડ લઈ જઈ શકે છે. કંપનીનો દાવો છે કે જે વિસ્તારોમાં સંચાર પ્રણાલી નબળી છે. ત્યાં તેનો ઉપયોગ નેટવર્કને મજબુત કરવા માટે કરવામાં આવી શકે છે.આ ઉપગ્રહ ટેકનોલોજીનો એક સસ્તો વિકલ્પ પ્રદાન કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular