જામજોધપુર સત્તાપર રોડ ઉપર આવેલા વરવાળાના પાટિયા નજીક જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં છ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા. 24150ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી જાહેરમાં જુગાર રમતાં છ શખ્સોને પંચ-બી પોલીસે રૂા. 2520ની રોકડ સાથે છ શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના વરવાળા ગામના પાટીયા નજીક જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં નિકુભા વિનુભા પરમાર, ઉકાભાઇ કરશન બેરા, રામશી મેપા બેરા, સુરેશ ઉર્ફે રોહિત ગોવિંદ વડેચા, ભવદીપ નારણ ડોડીયા, નેભા અરજણ ગોજીયા નામના છ શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા. 24150ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર તાલુકાના ઠેબા ચોકડી પાસેથી તિનપત્તિનો જુગાર રમતાં જયેશ રામજી ખરા, જેઠા મુળજી પરમાર, હરિશ ઉકા વાઘેલા, નારણ મુળજી પરમાર, ઉદય રાજા ખરા, હિરા મુળજી પરમાર સહિતના છ શખ્સોને પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 2520ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતાં.