Saturday, September 21, 2024
Homeરાજ્યગુજરાતપ્રત્યેક ગુજરાતીના માથે રૂા. 63,000નું દેવું

પ્રત્યેક ગુજરાતીના માથે રૂા. 63,000નું દેવું

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આજે વડોદરા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સામે વિવિધ 75 મુદ્દાઓનું તહોમતનામુ જાહેર કર્યું હતું. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગી આગેવાન સુખરામ રાઠવાએ વડોદરાના કોંગ્રેસના ઉમેદવારોનો સાથે રાખી પત્રકાર પરિષદમાં મોંઘવારી, બેકારી, કથળેલું શિક્ષણ, વૃદ્દિધ્ર લોન કૌભાંડ, ગરીબી અને વધી રહેલા ક્રાઈમ બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, માર્ય – 2022ના અંત સુધીમાં રાજ્યનું દેવું 3. 4 લાખ કરોડ વટાવી ગયું છે. ગુજરાતની 6.44 કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતીના માથે 3. 65 હજારનું જંગી દેવું છે.

- Advertisement -

પત્રકારાનો સંબોધતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, વર્ષ1994-95માં એટલે કે કોંગ્રેસનાં થાસનના છેલ્લા વર્ષમાં ગુજરાતનો વૃદ્ધિ દર 18 ટકા હતો. રાજ્યો અને કેન્દ્રથાસિત પ્રદેશોમાં આ સર્વોય્ય વૃદ્ધિ દર હતો. જ્યારે 2020-21માં ગુજરાતે 1.55 ટકાનો નકારાત્મક વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. માથાદીઠ આવકના મામલે અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરખામણી કરવામાં આવે તો ગુજરાતનો ક્રમ છઠ્ઠો છે. રાજ્ય સરકાર અનુસાર ગુજરાતમાં 51.5 લાખ કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહાં છે. આજે પણ ગુજરાતમાં 25 ટકા ગરીબી છે. રાજ્યના પી.એસ.યુ. પરના પોતાના ઓવિટ રિપોર્ટમાં કેગએ નોંધ્યું હતું કે, મોદી સરકાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ અદાણી પાવર અને એસ્સાર વગેરે જેવી ખાનગી કંપનીઓને અયોગ્ય અને ગેરવાજબી કાયદો કરાવ્યો હતો. વધુમાં રાઠવાએ ઉમેર્યું હતું કે, સેન્ટર કોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર ગુજરાતમાં યુવા ( 20થી 24 વય જૂથમાં) બેરોજગારી દર ( મે – ઓગસ્ટ 2022ના સમયગાળા માટે) 12.49 ટકા હતો. બેંકોએ 2017-18 અને 2021-22ના સમયગાળા દરમિયાન 3. 10 લાખ કરોડ જેટલી જંગી લોનની રકમ માંડવાળ કરી છે. સરકારી શાળાઓમાં 28 હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. પ્રાથમિક શાળાઓમાં આચાર્યપદ માટે 1,028 જગ્યાઓ ખાલી છે.

2021 દરમિયાન 17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020 અને 2021 દરમિયાન આર્થિક અપરાધોમાં 27 ટકાનો વધારો થયો છે. લાપત્તા મહિલાઓના કેસમાં ટોપ-10ના રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે. આ સરકાર હેઠળ રેલવે પ્લેટકોર્મ ટિકિટના ભાવ 3. 5થી વધીને 3. 50ને આંબી ગયા છે. આ વર્ષે મે મહિનામાં પેટ્રોલના ભાવ અમદાવાદમાં પ્રતિલ લિંટર 3.100ને વટાવી ગયા હતા. મે-2014થી મે-2020 દરમિયાન ભાજપ સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 250 ટકાનો (પ્રતિ લિટર 3. 9.48થી વધારી પ્રતિ લિંટર 3. 52.98) અને ડિઝલ પર 800 ટકાનો (પ્રતિ લિટર 3, 35.56થી વધારીને પ્રતિ લિટર 3, 51.85) વધારો ઝીંક્યો હતો. તેના પરિણામે યુપીએ સરકાર કરતાં ભાજપ સરકારમાં પેટ્રોલ પર ટેક્સમાં 3 ગણો અને ડિઝલ પરના ટેક્સમાં 9 ગણો વધારો ઝીંકાયો હતો. ઓગસ્ટ – 2022માં દેશમાં તમામ રાજ્યોમાં ગુજરાતમાં ખાધ ચીજવસ્તુઓનો કુગાવો સૌથી વધુ હતો. અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં એલ.પીજી. સિલિન્ડરનાં ભાવમાં 3. 460 જેટલો ધરખમ વધારો થઇ રલો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular