Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ખોડિયારકોલોની માંથી ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

જામનગરના ખોડિયારકોલોની માંથી ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

દક્ષિણ આફ્રિકા-પાકિસ્તાન વચ્ચેની 20-20 મેચ ઉપર રનફેરનો જુગાર રમાડતો: 12,365ની રોડક અને એક મોબાઇલ કબ્જે: રાજકોટના શખ્સ પાસે કપાત કરાવતો

- Advertisement -

જામનગર શહેરના ખોડિયારકોલોની નિલકમલ સોસાયટીના મુખ્યમાર્ગ પર જાહેરમાં મોબાઇલમાં ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતાં શખ્સને પોલીસે રેડ દરમ્યાન 13,265ના મૃદ્ામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથધરતાં રાજકોટના બૂકીપાસે કપાત કરાવતો હોવાનું ખૂલ્યું હતું.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મૂજબ જામનગર શહેરમાં ખોડિયારકોલોની નિલકમલ સોસાયટી શેરી નં.06ના છેડે રહેતો ધના ગગૂભાઇ ગઢવી નામનો શખ્સ તેના મોબાઇલમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાતા 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલ દ્વારા હાર-જીતના સોદા પાડી જુગાર રમાડતો હતો. તે દરમ્યાન સીટી સી ડિવિઝન પોલીસે રેડ દરમ્યાન ધના ગઢવીને ઝડપી લઇ તેના કબજામાંથી 12,265ની રોકડ રકમ અને 1000ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.13,265 મુદ્ામાલ સાથે ઝડપી લીધો હતો અને ધનાની પૂછપરછ કરતાં આ સોદાઓની કપાત રાજકોટના ઇમરાન મો.નં.93899 00009 પાસે કરાવતો હોવાની કેફિયત આપી હતી. તેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનોનોંધી ઇમરાનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular