જામનગર શહેરના સમર્પણ નજીક આવેલાં કુબેર પાર્કમાં વિજ વાયર તૂટીને ગાય ઉપર પડતાં ઘટના સ્થળે વિજ શોકથી મોત નિપજયું હતું. સદ નસીબે મહિલા અને બે બાળકોનો બચાવ થયો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ નજીક આવેલાં કુબેર પાર્ક વિસ્તારમાં સાંજના સમયે ખુલ્લાં પ્લોટમાં ઉગેલું ઘાસ ગાયો અને ભેંસો ખાતી હતી તે દરમ્યાન અચાનક વિજ વાયર તૂટીને એક ગાય ઉપર પડતાં ઘટના સ્થળે જ વિજ શોકથી ગાયનું મોત નિપજયું હતું. જોકે, સદનસીબે બનાવ સ્થળની બાજુમાં જ એક મહિલા અને બે બાળકો હતાં પરંતુ તેમનો બચાવ થયો હતો.