જામનગર શહેરના ઇન્દિરા સોસાયટી નજીક આવેલા નવાગામ ઘેડ વિસ્તાર માંથી જામનગરમાં જવલ્લેજ જોવા મળતો તામ્ર પીઠ સાપ મળી આવેલ છે. આ વિસ્તાર માંથી રહેણાંક વિસ્તાર ના સર્પ ઘુસી ગયો હોય એવો ફોન લાખોટા નેચર કલબના ડો. અરુણ કુમાર રવિ ભાઈને આવતા તેઓ તુરત સ્થળ પર દોડી ગયા હતા. ત્યાં ડો. અરુણભાઈ ને આ અલભ્ય સાપ જોવા મળ્યો હતો. ત્યારબાદ એક કલાકની જેહમત બાદ જંગલ ખાતાના સહયોગ થી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યું કર્યુ અને આ સર્પને પ્રકૃતિના ખોળે મુક્ત કરી દેવાયો હતો.
ભયભીત થયેલા લોકોને સર્પ મિત્ર ડો. અરુણભાઈ એ આ સાપ વિશે સાચી માહિતી આપીને લોકોનો ડર દૂર કર્યો હતો અને સાચી સમજ આપી હતી. જામનગરની જાણીતી અને પ્રકુતિ તથા પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ દ્વારા અનેક સાપોને બચાવવા સહિતની કામગીરી ઘણા સમય થી ફી માં કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે આવા જવલ્લેજ જોવા મળતા સર્પ હજુ પણ જામનગર ના રહેણાંક વિસ્તાર માં ક્યારેક જોવા મળી જાય છે. આ સાપ 2 વર્ષ બાદ જોવા મળેલ છે. હાલ ગરમીના સમય માં સર્પ નું પ્રમાણ વધારે જોવા મળે છે તો જો આપની આસપાસ સર્પ જોવા મળે તો એને ગભરાશો નહિ કે એને મારસો નહિ પરંતુ ફક્ત ડો. અરુણ કુમાર રવિ મો. નં. 8866122909ને ફોન કરવા યાદી જણાવે છે.