Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા આવાસ યોજનાનો કોમ્પ્યુરરાઈઝડ ડ્રો યોજાયો

જામ્યુકો દ્વારા આવાસ યોજનાનો કોમ્પ્યુરરાઈઝડ ડ્રો યોજાયો

298 લાભાર્થીઓ દ્વારા આવાસ મેળવવા અરજી કરાઇ હતી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ પાંચ આવાસ યોજનાઓમાં ખાલી રહેવા પામેલ 154 આવાસો માટે માહે 01-08-2023 થી તા. 30-09-2023 સુધી એટલે કે બે માસ સુધી અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા હતા જેમાં 298 લાભાર્થીઓ દ્વારા આવાસ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો ગઈંઈ વિભાગની ટીમ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોલમાં તા.05 ના રોજ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

સદરહુ કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પ્રસંગે અલગ અલગ પાંચ આવાસ યોજનાઓમાં અરજદાર થનાર પાંચ થી છ જેટલા અલગ અલગ કેટેગરીના 25 થી 30 જેટલા લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહયા હતા.

સદરહુ કાર્યક્રમમાં સૌ પ્રથમ ટી.પી.સ્કીમ નં-3અ, એફ.પી.નં 70, રવિ પેટ્રોલ પંપ પાછળ હાપા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાનો ડ્રો મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટી.પી.સ્કીમ નં-3અ, એફ.પી.નં 71, રવિ પેટ્રોલ પંપ પાછળ હાપા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાનો શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરાના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટી.પી.સ્કીમ-1, એફ.પી.28/P, મયુરનગર મેઈન રોડ,મયુરનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાનો ડ્રો કમિશ્નર ડી. એન. મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવેલ રે.સ.નં-206/1/1, એમ.પી.શાહ ઉદ્યોગનગર પાછળ, શરૂ સેક્સન રોડ વિસ્તારમાં આવેલ આવાસ યોજનાનો ડ્રો ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાના વરદ્દ હસ્તે કરવામાં આવેલ રે.સ. નં. 206/1/પૈકી, બેડી રેલ્વે ઓવરબ્રીઝ, પાસે EWS – 1 પ્રકારના આવાસોનો ડ્રો સ્ટે. કમિટી ચેરમેન નીલેશભાઈ કગથરાના હસ્તે અને પ્રધાનમંત્રી આવાસ યોજના – (શહેરી) અંતર્ગત રે.સ. નં. 206/1/પૈકી, બેડી રેલ્વે ઓવરબ્રીઝ, પાસે EWS – 2 પ્રકારના આવાસ માટે શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવાના હસ્તે કરવામાં આવેલ હતો.

- Advertisement -

કોમ્પ્યુટરાઈઝડ ડ્રોમાં પસંદગી યાદી પૈકી ઉપસ્થિત લાભાર્થીઓને માન. મેયર સહીત પદાધિકારીઓ તથા ઉપસ્થિત મ્યુનિસિપલ સભ્યઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર જિલ્લાના સંસદ સભ્ય પુનમબેન માડમ, જામનગર શહેરના બંને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા ઉપસ્થિત રહી શકેલના હોય તેઓનો શુભેસ્છા સંદેશ મળેલ હતો તથા આ ડ્રો પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, માન.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, સ્લમ અપગ્રેડેશન સમિતિ ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા, નાયબ કમિશનર વાય. ડી. ગોહિલ, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઈ.ડી.પી. મેનેજર મુકેશભાઈ વરણવા, એન.આઈ.સી ઓફિસર ભરતભાઈ ધંધુકિયા અને તેમની ટીમ અને નાયબ ઈજનેર સ્લમ હાઉસિંગ સેલ અને સી.એલ.ટી.સી. ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

સમગ્ર કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિશનર ડી. એન. મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ કેન્દ્ર સરકારની નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર વિભાગની ટીમ, કોમ્પ્યુટર વિભાગ, લાઈટ વિભાગ, પી.આર.ઓ. શાખા, સિક્યુરીટી શાખા, તેમજ સેક્રેટરી સ્ટે. કમિટી તથા કાર્યાલય ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular