Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારચોખંડામાં ખેતીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ ફરિયાદ

ચોખંડામાં ખેતીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ ફરિયાદ

45 વર્ષ પૂર્વે વાવવા માટે આપેલી જમીન ખાલી ન કરતા ગુનો : વડીલોપાર્જીત જમીન શખ્સે પચાવી પાડી : પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

ભાણવડ તાલુકાના ચોખંડા ગામના વતની અને હાલ જામનગરમાં રહેતાં વૃધ્ધે 45 વર્ષ પૂર્વે વાવવા આપેલી જમીન શખ્સે પચાવી પાડી હતી. આ અંગે વૃધ્ધ દ્વારા કરાયેલી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા પબા ડોસાભાઈ ભાટુ નામના શખ્સ દ્વારા મૂળ ચોખંડાના અને હાલ જામનગર ખાતે રહેતા કારૂભાઈ સામતભાઈ હરિયાણી (ઉ.વ. 65) નામના એક આસામીની જમીન પર અનધિકૃત રીતે કબજો જમાવી રાખતા આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના ચોખંડા ગામે આવેલી સર્વે નંબર 563/1 (જુના સર્વે નંબર 105/1) ની હે. 1-40-17 ચોરસ મીટરની ખેતીની જમીન આજથી આશરે 45 વર્ષ પૂર્વે સામતભાઈ હરિયાણી નામના એક આસામીએ તેઓની વડીલોપાર્જિત જમીન પાબા ડોસા ભાટુ અને જેસા ડોસા ભાટુને વાવવા માટે આપી હતી. જે પૈકી જેસાભાઈ આજથી આશરે એક વર્ષ પૂર્વે અવસાન પામ્યા છે અને હાલ ફરિયાદી કારૂભાઈ સામતભાઈ હરિયાણીની સંયુક્ત ખાતાની વડીલોપાર્જીત ઉપરોક્ત જમીન પબાભાઈ ડોસાભાઈ ભાટુએ ખાલી ન કરી અને ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવામાં આવ્યો હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આ જમીનની બજાર કિંમત હાલ આશરે રૂપિયા 45 લાખ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે કારૂભાઈ હરિયાણીની ફરિયાદ પરથી પબાભાઈ ભાટુ સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગ્રેબિંગ)ની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular