ભાણવડ તાલુકાના એક ગામની મહિલા એક વ્યક્તિ સાથે દસેક વર્ષ પૂર્વે પ્રેમ સંબંધમાં હતી. ત્યાર બાદ તેઓ છૂટા પડ્યા બાદ યુવતીના પ્રેમીના લગ્ન થઈ ગયા હતા.
લગ્નના સાત વર્ષ બાદ તેનો પ્રેમી તેને ભૂતકાળના ફોટા વિડિયો, બતાવીને તેની સાથે સંબંધ રાખવા જબરજસ્તી કરતો હતો. પીડિતા તેની સાથે સંબંધ નહિ રાખે તો તેના ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને તે પરેશાન કરતો હતો. આ ધમકીઓથી ડરીને પીડિતા ભૂતકાળના પ્રેમીને છેલ્લા ચાર મહિનાથી સમજાવવાનો પ્રયત્ન કરતી હતી અને બદનામીના ડરથી પીડિતાએ કોઈ યુવક સાથે લગ્ન પણ કર્યા ન હતા.
જો આ યુવતી લગ્ન કરે તો તેણીના ફોટા અને વિડિયો તેણીનો પ્રેમી વાયરલ કરી દેશે તેવા ડરના કારણે પીડિતાને તેનો પૂર્વ પ્રેમી કહે એમ કરતી હતી. પરંતુ મહિલાએ ભૂતકાળના પ્રેમીને સમજાવવાનો પૂરતો પ્રયત્ન કર્યા તેમ છતાં આ શખ્સ સમજવા તૈયાર ન હતો.
આખરે યુવતીએ 181 અભયમની મદદ લીધી. અભયમના કાઉન્સિલર બીનલબેન અને કોન્સ્ટેબલ નજમાબેન ઘટના સ્થળે પહોંચી મહિલા સાથે વાતચીત અને પૂછપરછ કરતા મહિલાની સમસ્યા વિશે જાણકારી મેળવી મહિલાને સાંત્વના આપતા મહિલાના પ્રેમીને બોલાવીને સમજાવવાનો પ્રયત્ન કરતા તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેના મોબાઈલમાં રહેલા પીડીતાના તમામ ફોટા તથા વિડિયો ડીલીટ કરાવી નાખ્યા હતા. બાદમાં પીડિતાને ધમકી ન આપવા પણ જણાવાયું હતું. આથી તેના પ્રેમીને તેની ભૂલ સમજાતા હવે પછી તેનાથી આવી ભૂલ નહીં થાય એવી બાહેંધરી આપી હતી. સાથે સાથે પીડિતાને પણ આવી રીતે પોતાના પર્સનલ ફોટા કે વિડિયો કોઈની સાથે શેર ન કરે એવી સમજણ આપી હતી.
આમ, હાલ પીડિતાને પોતાની સમસ્યા દૂર થતાં જણાતા હાલ તેણીએ આગળની કાર્યવાહી કરવાની ટાળી હતી.