જામનગરની રાધિકા એડયુકેર ખાતે રાષ્ટ્રીય સ્તરના કલાસીકલ મ્યુઝિક બાંસુરી વાદક પંડિત અજય પ્રસન્નાજીની મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરાયું હતું.
સોસાયટી ફોર પ્રમોશન ઓફ ઈન્ડીયન કલાસીકલ મ્યુઝિક એન્ડ કલચર અમેગ્સ ધ યુથ દ્વારા શહેરની રાધિકા એડયુકેર ખાતે બાળકોમાં કલાસીકલ મ્યુઝિક અંગે અવેરનેશ માટે રાષ્ટ્રીય કક્ષાના બાંસુરીવાદક પંડિત અજય પ્રસન્નાજીની ઈવેન્ટ યોજી હતી. આ તકે તેમને ખૂબ સુંદર ફલુટ વગાડીને બાળકોના મન મોહી લીધા હતાં તેમજ આવનારી પેઢીને આપણી સંસ્કૃતિ અને આપતા કલાસીકલ મ્યુઝિકનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં શહેરની હરીઆ સ્કૂલ, જી ડી શાહ અને રાધિકા એડયુકેરના બાળકોએ આ મ્યુઝિકલ ઈવેન્ટનો લાભ લીધો હતો. તેમ રાધિકા એડયુકેરના પ્રીન્સીપાલ શિવાની આચાર્યની યાદીમાં જણાવાયું છે.