જામનગર તાલુકાના મોરકંડા નજીક આવેલા પાણીના મોટા ખાડામાં પડી જતા ડુબી જવાથી આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરકંડા ગામ નજીક આવેલા બે ભાઈઓના ડુંગર પાસે આવેલા પાણીના મોટા ખાડામાં આઠ વર્ષનો બાળક ડુબી ગયાની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થળ પર પહોંચી પાણીના ખાડામાં બાળકની શોધખોળ આરંભી હતી. દરમિયાન ફાયર ટીમે બાળકનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ અંગેની જાણ કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવતા નિમેષ પ્રવિણભાઇ (ઉ.વ.8) નામના બાળકનો મૃતદેહ હોવાની ઓળખ થઈ હતી તેમના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.