Monday, December 23, 2024
Homeરાજ્યવાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ઓનલાઇન ગેમના લીધે તરુણે આપઘાત કર્યો

વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ઓનલાઇન ગેમના લીધે તરુણે આપઘાત કર્યો

- Advertisement -

ઓનલાઇન ગેમ રમતાં બાળકોના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સાજણ નગરમાં એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ફ્રી ફાયર ગેમમાં બાળક ટાસ્ક પૂરો ન કરી શકતા તેણે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ઉનાના સાજણ નગરમાં તરૂણ નંદવાણા નામમાં રહેતા લેબ ટેક્નિશિયનના 16 વર્ષીય પુત્રએ ફ્રી ફાયર ગેમમાં ટાસ્ક પુરો ન થતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતા તરુણના પરિજને આ મામલે જણાવ્યું હતું કે, રૂમનો દરવાજો બંધ કરી યુવાને આપઘાત કર્યો છે. તેણે મોબાઈલ ગેમમાં કોઈ લેવલ પાર કરવાને લઈ આ પગલું ભર્યું હોવાની આશંકા છે. આ મામલે પોલીસ દ્વારા મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular