લાલપુરના વેપારીએ ઝેરી દવા પી આપઘાત કર્યાના પ્રકરણમાં મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં દિગ્વીજય સિમેન્ટ કંપનીના એક અધિકારીને આપેલી 22 લાખની રકમ અનેક વખત માંગણી કરવા છતાં પરત ન આપતા જેનાથી કંટાળીને વેપારીએ આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, લાલપુર ગામના વેપારી રામા અરજણ વસર (ઉ.વ.45) નામના વેપારી યુવાને ધારાગઢના રેલવે ફાટક પાસે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં મૃતક વેપારીએ દિગ્વીજય સિમેન્ટ કંપની લિમિટેડમાં લખેલા પત્ર મુજબ, વેપારી રામા અરજણે વર્ષ 2023 માં દિગ્વીજય સિમેન્ટ કંપનીના અધિકારી પરાગ માથુર તેમની દુકાને આવ્યા હતાં અને તેણે રાજસ્થાનમાં ફલેટ લીધો હોવાથી પૈસા ચૂકવવા માટે માંગણી કરી હતી જેથી વેપારીએ કંપનીના અધિકારી હોવાથી વિશ્વાસ રાખી આદિત્ય બિરલા પીરમલ અને ચોરા મંડલમમાંથી લોન કરાવી તેમાંથી રૂા.22 લાખ પરાગ માથુરને આપ્યા હતાં અને ત્યારબાદ આ રકમ પરત ન કરતા વેપારી યુવાને અધિકારી પાસેથી અનેક વખત પૈસાની માંગણી રૂબરૂ તથા ફોન પર કરી હતી તથા અધિકારીએ પરત રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
જેથી વેપારીએ કંટાળીને કંપનીના ઉચ્ચ અધિકારીને બે વખત ફોન પર જાણ કરી પરાગ માથુર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત સંદર્ભે વાકેફ કર્યા હતાં. પરંતુ, ત્યારબાદ બંને અધિકારીઓએ વેપારીનો ફોન બ્લોક કરી દીધો હતો. બાદમાં વેપારી દ્વારા કંપની પાસેથી લીધેલા માલના નાણાં ચૂકવવાના હોય જેથી પરાગ માથુરને પૈસા માટે માંગણી કરી હતી. પરંતુ, પરાગે ‘તું ચિંતા ન કર, કંપની તારી સામે કાંઈ નહીં કરે’ તેવો દિલાશો આપ્યો હતો. કંપનીના અધિકારી દ્વારા પૈસા ન ચૂકવાતા લાલપુરના વેપારી રામા અરજણ વસર એ જિંદગીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જો કે, આ વેપારી દ્વારા લખેલી પત્રના આધારે પોલસીે તે દિશામાં તપાસ કરે છે કે કેમ ? તે જોવાનું રહ્યું.