જામનગરમાં આવેલ પારસધામમાં પ.પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબની નીશ્રામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે દર્દીઓને ઓક્સિજન સીલીન્ડર આપવા, રાહતભાવે લીલા નાળીયેરનું વિતરણ તેમજ ફળોનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજે રોજ પારસધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાઓએ વેક્સીન લીધા પહેલા બ્લડ ડોનેટ કરીને સહયોગ આપ્યો હતો. આજે રોજ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સૌ કોઈને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરી હતી.