દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કામોના ખાત મુર્હુત પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાલારની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમના આગમનની તૈયારીના ભાગરુપે બેઠક યોજાઇ હતી.
આવતીકાલે જામનગર ખાતે અને તા. 25ના રોજ દેવભૂમિ દ્વારકા મુકામે સુદર્શન સેતુ બ્રિજ તથા અન્ય વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાત મુર્હુત પ્રસંગે વડાપ્રધાન મોદી પધારતા હોય ત્યારે તેની તૈયારીના ભાગરુપે ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખિમસુર્યા, શહેર મહામંત્રી, સંગઠનના હોદ્ેદારો તથા ચૂંટાયેલા કોર્પોરેટરો અને મોરચા સેલના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યા હતાં.