જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસેથી એલસીબીની ટીમે બાઇક પર જતાં શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.16800 ની કિંમતની 72 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ સહિત રૂા.51800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસેથી બાઈક પર દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની હરદીપ ધાંધલ, ફિરોજ ખફી, શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ, આર.કે. કરમટા તથા પી.એન.મોરી અને સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ વિકટોરીયા પુલ પાસેથી પસાર થતા એલસીબીની ટીમે બાઈકને આંતરીને વિજય કરશન ડગરા (રહે. ત્રણ દરવાજા) નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.16,800 ની કિંમતની 72 બોટલ દારૂ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ તથા કુલ રૂા.30 હજારનું હોન્ડા ટવીસ્ટર મળી કુલ રૂા.51,800 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો અશોક પરમાર નામના શખ્સે મંગાવ્યો હોવાની વિજયએ કેફીયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.