રાજ્ય શિક્ષણ બોર્ડે નવા શૈક્ષણિક સત્ર 2021-2022માં નવી સિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ-10ના ગણિત વિષયના પેપરમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવેથી શૈક્ષણિક વર્ષ 2021 -22 ગણિત વિષયના પેપરમાં બે વિકલ્પ આપવામાં આવશે. જે મુજબ વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ અલગ પ્રશ્નપત્રના વિકલ્પ આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરિક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે. ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય, જોકે બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવશે. ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
ગણિત સ્ટાન્ડર્ડ રાખશેએ વિદ્યાર્થી ધોરણ 11માં સાયન્સ અથવા કોમર્સમાં પ્રવેશ મેળવી શખશે. ગણિત બેઝિક લેનાર વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે નહીં. જો ધો.10માં જે વિદ્યાર્થીઓએ બેઝીક પરીક્ષા પાસ કરી હશે અને સાયન્સ કરવું હશે તો જુલાઈમાં પૂરક પરીક્ષા ગણિત સ્ટાન્ડર્ડની પાસ કરી સાયન્સમાં પ્રવેશ લઈ શકશે. . ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હશે. બંને પ્રકારના પરીક્ષામાં પ્રકરણ બાદ ગુણ ભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણ ભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણ ભાર રહેશે.
જો કોઈ વિદ્યાર્થી ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થાય તો ગણિત બેઝિક કે સ્ટાન્ડર્ડની પસંદગી કરીને પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ સાયન્સ લેવા માગતા નથી એવા વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે એ માટે નિયમોમાં નવી શિક્ષણનીતિ 2020માં આ ફેરફાર કરવામાં આવ્યો છે.