કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતાં યુવકે કોઇ કારણસર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા કિશન રામભાઈ વરમલ નામના 22 વર્ષના ગઢવી યુવાને કોઈ અકળ કારણોસર ગત તા.15 મી ના રોજ ટ્રેન હેઠળ પડતું મુકતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું જે અંગેની જાણ જીવાભાઈ દ્વારા કરવામાં આવતા કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.