Sunday, December 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયટ્રેનમાંથી મળી કરોડો રૂપિયા ભરેલ બેગ, પરંતુ માલિકનો પત્તો નથી લાગતો

ટ્રેનમાંથી મળી કરોડો રૂપિયા ભરેલ બેગ, પરંતુ માલિકનો પત્તો નથી લાગતો

નવી દિલ્હીથી જયનગર બિહાર જતી સ્વતંત્રતા સંગ્રામ સેનાની એકસપ્રેસ ટ્રેન માંથી 1 કરોડ 40 લાખની નોટો ભરેલ બેગ મળી આવી છે.  દિલ્હીથી જયનગર બિહાર જઈ રહેલી સ્વતંત્રતા સંગ્રામ સેનાની એકસપ્રેસ જયારે સોમવારે રાત્રે કાનપુર સેન્ટ્રલ પહોંચી તો તેની પેન્ટ્રી કારમાં નોટોથી ભરેલી બેગ મળી હતી, આ બાબતે જીઆરપીએ આવક વેરા વિભાગને માહિતી આપી હતી. બેગની સ્કેનીંગ દરમિયાન તેમાં નોટ હોવાનું બહાર આવ્યું હતું.પરંતુ આ બેગ માટે કોઈએ દાવો કર્યો નથી.

- Advertisement -

ટ્રેન આગળની યાત્રા માટે આગળ વધી ગઇ પરંતુ રૂટના કોઇ સ્ટેશન પર બેગ ગુમ થઇ ગઇ હોવાનીફરિયાદ લખાવવામાં આવી નથી. હવે અધિકારીઓએ પર નિર્ભર છે કે તે કેવી રીત આ પૈસાના માલિકને શોધે છે. સ્વતંત્રતા સંગ્રામ સેનાની કોવિડ સ્પેશિયલ ટ્રેન નવી દિલ્હીથી સોમવારે રાત્રે 9:15 વાગે ચાલી હતી અને મોટી રાત્રે 2:51 વાગે કાનપુર સેંટ્રલ પહોંચી. આ દરમિયાન પેંટ્રી કારના કર્મચારીએ રેલવેના ઓફિસરોને ટ્રેનમાં લાલ રંગની ટ્રોલી બેગ લાંબા સમયથી પડીહોવાની જાણકારી આપી. જીઆરપી અને આરપીએફની ટીમ ત્યાં પહોંચી અને સ્કેનિંગ કર્યા બાદ જીઆરપીએ બેગને કબજે લીધી.આટલી મોટી સંખ્યામાં રૂપિયા મળ્યા પરંતુ તેનો માલિક કોઈ ન હોવાની વાતને લઇને સૌ કોઈ આશ્ચર્યમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular