ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા સતત વધી રહી છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે મહાનગરોમાં રોડ ઢોર માટે નથી બનાવ્યા ઢોરની સમસ્યા જલ્દીથી દુર કરવામાં આવશે ત્યારે આજે વડોદરાના વાઘોડિયામાં જરોદ બસ સ્ટેન્ડ પાસે બે આખલા વચ્ચે 30 યુદ્ધ ખેલાયું હતું જેનો વિડીઓ સામે આવ્યો છે.
જરોદ બસ સ્ટેન્ડ નજીક 30 મિનીટ સુધી આખલા વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. જેના લીધે લોકો ગભરાયા હતા અને રસ્તાની સાઈડમાં ઉભા રહી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી