Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કારચાલકે 10 વર્ષની બાળકીને ઠોકરે ચડાવી

જામનગરમાં કારચાલકે 10 વર્ષની બાળકીને ઠોકરે ચડાવી

- Advertisement -

જામનગર શહેરમાં ખોડિયાર કોલોની રોડ પર પેટ્રોલ પંપ સામે દુધ લેવા ગયેલી 10 વર્ષની બાળકીને અજાણ્યા કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાત રસ્તા સંતોષી માતાજીના મંદિરની બાજુમાં આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં સોનલબેન વનરાજ પરમાર નામની મહિલાની 10 વર્ષની પુત્રી દિવ્યા શનિવારે સાંજના સમયે દૂધ લેવા ગઈ હતી તે દરમિયાન પેટ્રોલ પંપ સામેના રોડ પરથી પસાર થતી હતી ત્યારે પૂરઝડપે આવી રહેલી અજાણી કારના ચાલકે બાળકીને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પેટમાં તથા પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇ પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular