ગુજરાત રાજ્યમાંથી આજે બે એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જે માતાપિતા માટે લાલ બત્તી સમાન છે. બંને કિસ્સાઓ સુરત માંથી જ સામે આવ્યા છે. જેમાંથી સુરતમાં એક બાળક તેના માતા પિતા કામ ઉપર ગયા હતા અને બાળક ઘરે હતું ત્યારે રમતા રમતા ગળે ફાંસો લાગી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
સુરતના સચિન GIDC વિસ્તારમાં અંશુ નામનો 10 વર્ષનો બાળક દિવાલ પર લટકતી કપડાની બેગને ગળા માં લઇ ગોળ ગોળ ફરી રમત રમી રહ્યો હતો. આ દરમિયાન તેને ગળેફાંસો લાગી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 10 વર્ષના મૃતક અંશના પિતા નેબુલાલ રાજભર સવારે કામ પર ગયા હતા અને તેની માતા પણ કામે ગઈ હતી ત્યારે બપોરે તેઓને ફોન આવ્યો કે તેના બાળકનું ગળેફાંસો લાગી જવાથી મૃત્યુ નીપજ્યું છે. કપડાની લટકતી બેગમાં માંથુ નાખીને ગોળ ગોળ ચકરડી ફરવામાં અંશને ફાંસો લાગી ગયો હતો. પાડોશી મહિલાએ આ જોતા અન્યને જાણ કરી હતી.
સુરતમાંથી માતાપિતા માટે લાલબતી સમાન બે કિસ્સાઓ આજે સામે આવ્યા છે. અન્ય કિસ્સો જેમાં એક 17 વર્ષની સગીરા બારીણી પાળી પર બેસીને ફોનમાં ગેમ રમી રહી હતી ત્યારે 12માં માળેથી નીચે પટકાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.