Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં જામનગરના 111 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ

ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં જામનગરના 111 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ

જામનગર શહેર-જિલ્લાના ધો. 12 વિજ્ઞાન પ્રવાહના નોંધાયેલા તમામ 1736 વિદ્યાર્થીઓ પાસ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના 366 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ : બોર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 100 ટકા પરિણામ : રાજ્યના કુલ 1,07,264 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ

- Advertisement -


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું માસ પ્રમોશન સાથેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે પરીક્ષાઓ લેવી શકય નહીં બનતાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત પરીક્ષામાં નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ઉપલા ધોરણમાં ચઢાવી દેવામાં આવ્યા છે. રાજ્યના કુલ 1,07,264 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. આ તમામ ઉમેદવારને ઉત્તિર્ણ જાહેર કરાયા છે. જામનગર શહેર અને જિલ્લામાં કુલ 1736 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતાં. આ તમામ છાત્રો ઉત્તિર્ણ થયા છે. જે પૈકી 111 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે 382 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે. આ ઉપરાંત સાત વિદ્યાર્થીઓને ડી ગ્રેડ તથા એક વિદ્યાર્થીને ઇ-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. આમ રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 366 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં આ તમામ વિદ્યાર્થીઆ ઉત્તિર્ણ થયા છે.

- Advertisement -

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું માસ પ્રમોશન સાથેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્ કરી દીધી હતી. જેમાં ધો. 10માં માસ પ્રમોશન જાહેર કરાયા બાદ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ માસ પ્રમોશન જાહેર કરાયું હતું. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સ્કૂલો દ્વારા તૈયાર કરાયું હતું. જેને બોર્ડ દ્વારા ફાઇલન કરીને જાહેર કરાયું છે. આ વર્ષે બોર્ડના ઇતિહાસમાં પહેલીવાર 100 ટકા જેટલું પરિણામ રહેતાં કુલ 1,07,264 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. જામનગર શહેર-જિલ્લાના 1736 વિદ્યાર્થીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 366 વિદ્યાર્થીઓ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયા હતાં. આ તમામ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે.

રાજ્યમાં ગ્રુપ એમાં 1629 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, ગ્રુપ બીમાં 1614 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ તથા ગ્રુપ એ-બીમાં બે વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. આમ કુલ 3245 વિદ્યાર્થીઓ રાજ્યમાં એ-વન ગ્રેડ સાથે પાસ થયા છે.
જામનગર શહેર-જિલ્લામાં 111 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ, 382 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ, 528 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 465 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 198 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 44 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ, સાત વિદ્યાર્થીઓ ડી-ગ્રેડ તથા એક વિદ્યાર્થીને ઇ-વન ગ્રેડ મળ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વિદ્યાર્થીને એ-વન ગ્રેડ, 39 વિદ્યાર્થીને એ-2 ગ્રેડ, 104 વિદ્યાર્થીને બી-1 ગ્રેડ, 128 વિદ્યાર્થીને બી-2 ગ્રેડ, 77 વિદ્યાર્થીને સી-1 ગેડ તથા 17 વિદ્યાર્થીને સી-2 ગ્રેડ મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular