જામનગર સિટી એ પોલીસે ચોરીમાં ગયેલ 17 નંગ મોબાઇલ ફોન સાથે 3 મહિલા આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ રૂા.1,16,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ગત તા.4 માર્ચના રોજ ફરિયાદી તેમજ સાહેદોના મળી કુલ 8 મોબાઇલ ફોન પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજારમાંથી ચોરી થયા અંગેની સિટી એ માં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સિટી એ ના સર્વેલન્સ સ્ટાફ પીએસઆઇ બી.એસ.વાળા સાથે વોચમાં હતાં તે દરમિયાન પો.કો. રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી તથા ઋષિરાજસિંહ બાલુભા જાડેજાને પ્રદર્શન ગ્રાઉન્ડ અંદર નહેરના કાંઠા પાસે ત્રણ મહિલાઓ શંકાસ્પદ હાલતમાં થેલા સાથે બેઠી હોવાની માહિતી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા તથા પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સિટી એ સ્ટાફ દ્વારા ત્યાં જઈ ત્રણેય મહિલાઓની પૂછપરછ કરી ફેસટેેગર એપ્લીકેશન મારફતે ત્રણેય મહિલાઓના ફોટા પાડી સર્ચ કરી ઈ-ગુજકો એપ્લીકેશનમાં ખરાઇ કરાવતા પૂર્વ ગુનાહિત ઈતિહાસ જણાતા પૂજાબેન રાજુભાઈ સોલંકી, ભાવુબેન જયભાઇ સોલંકી તથા કમુબેન તુલસીભાઈ રાઠોડ નામના ત્રણેય મહિલાઓને રૂા.67,000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતાં તેમજ રૂા.49,000 ની કિંમતના અન્ય નવ નંગ મોબાઈલ ફોન બિલ આધાર પૂરાવા વગર મળી આવતા કુલ રૂા.1,16,000 ની કિંમતના 17 નંગ મોબાઇલ ફોનનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી પીઆઇ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, વિજય કાનાણી, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.