આ વર્ષે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર 8 માર્ચના ઉજવાઈ રહ્યો છે ત્યારે હ હોળીની રજાઓમાં પોતાના ઘરે જવા માટે લોકોની ભારે ભીડ સ્ટેશનોમાં દેખાઈ રહી છે.
કાનપુર સેન્ટ્રલમાં વિક્રમ શીલા એકસપ્રેસની વાત કરીએ તો એક કોચમાં 400 થી વધુ લોકો સવાર થયા જોવા મળી રહ્યા છે. જ્યારે આરપીએફના જવાનોએ આ ભીડને કંટ્રોલકરવા આવવું પડયું હતું.
ભારતીય રેલવેમાં આમ તો બારેમાસ ભીડ જોવા મળે જ છે. પરંતુ જ્યારે તહેવારના દિવસો આવે છે ત્યારે પોતાના વતનની બહાર કામ કરતા લોકો જ્યારે વતન પર તહેવારોને પરિવાર સાથે માણવા જતા હોય ત્યારે કંકઇ અલગ જ ભીડ જોવા મળે છે. તાજેતરમાં જ કાનપુર સેન્ટ્રલ પર રવિવારે આવી જ ભીડનો નજારો જોવા મળ્યો હતો. દિલ્હીથી બહાર જતી ટ્રેન વિક્રમશીલાના એક કોચમાં 400 થી વધુ લોકો ઘુસી ગયા હતાં.
આ કિસ્સામાં વધારે લોકો દિલ્હીથી આવ્યાં હતાં. જ્યારે કાનપુર સ્ટેશન પરથી વધુ લોકોનો ઘસારો થતા લોડ વધી ગયો હતો અને સ્પ્રીંગ જ બેસી ગઈ હતી. અંતે ગાર્ડને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનને સૂચના આપી અને આરપીએફના જવાનોએ આવીને આ કોચને ખાલી કરાવ્યો હતો. અને ત્યાંથી લોકોને બીજા કોચમાં શીફટ કર્યા હતાં.
તહેવારોને લઇને લોકોની એટલી ભીડ જામી હતી કે લોકો એક સીટ પર અડધો ડઝન લોકો બેઠા હતાં. 72 ની સંખ્યામાં કોચમાં 400 લોકો ભરાયા હતાં. બાથરૂમમાં ઘુસીને સમોસા ખાતા લોકો જોવા મળ્યા હતાં. આમ તહેવારો પર પોતાના વતન અને ઘરે જવા માટે લોકોનો ટ્રેનોમાં ઘસારો જોવા મળ્યો હતો.