જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-19 આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સંભવિત ખેલાડીઓના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 30 ખેલાડીઓ તેમજ કોચ અને ટીમ મેનેજર જાહેર કરાયા છે.
બીસીસીઆઇ સંચાલિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા અંડર-19 આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે. આ ટુર્નામેન્ટ માટે જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો. દ્વારા જામનગર ડિસ્ટ્રીકટ એસો.ની અંડર 19ના સંભવિત ખેલાડીઓના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કેરવ રાવલ, સુલતાન જોખીયા, પુષ્પરાજ જાડેજા, જય રાવલિયા, પુષ્કરકુમાર, ઉત્કર્ષસિંઘ, પ્રિયાંશ મંગે, હરિઓમ યાદવ, નિશ્ર્ચય બહેદીયા, પ્રેમ જોઇસર, ઇરફાન મકરાણી, હર્ષવર્ધન જાડેજા, દિગ્વિજ્ય જાડેજા, રાજ ઝિંઝુવાડીયા, સમીર દલ, મહિપત મકવાણા, આદર્શ વશિયર, રોહન પોકર, દિવ્યરાજ જાડેજા, મિત તાલા, નિસર્ગ કાસુન્દ્રા, યુવરાજ જાડેજા, ફેહાન જડીયા, દર્શન સોલંકી, હર્ષવર્ધન પરમાર, પ્રિયરાજ જાડેજા, જીત દવે, માનવ માણેક, હર્ષ ભેડા તથા મિત કગથરાના નામની જાહેરાત કરાઇ છે. તેમજ ટીમ મેનેજર કે.સી. મહેતા તથા કોચ અજય શિંગાળા અને સિલેકટર કમિટીમાં ચેરમેન કે.સી. મહેતા, બાલકૃષ્ણ જાડેજા, અજય શિંગાળા, વિજય બાબરીયા અને કવલજિત બજાજ છે.